જાહેરમાં ગંજીપતાનાં પાના-પૈસાથી તીનપત્તીનો જુગાર રમતાં છ શખ્સોને રોકડ રૂ.૨૩,૮૮૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર


પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન વેળાવદર ગામમાં દરબાર ગઢ પાસે અમુક માણસો સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યામા જાહેરમાં ગંજીપતાનાં પાના-પૈસા વતી હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૨૩,૮૮૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓ-
( 1. ) પ્રતાપભાઇ બદરૂભાઇ સાંડસુર ઉ.વ.૩૬ ધંધો-રીક્ષા ડ્રાયવીંગ રહે.મંદીર પાસે, વેળાવદર તા.ગારીયાધાર જી.ભાવનગર
( 2. ) મહેશભાઇ ઉનડભાઇ સાડસુર ઉ.વ.૨૩ ધંધો-ખેતી રહે. ગઢની ડેલી, વેળાવદર તા.ગારીયાધાર જી.ભાવનગર
( 3. ) કનુભાઇ લખુભાઇ બોરીચા ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે. જુના ગામ, વેળાવદર તા.ગારીયાધાર જી.ભાવનગર
( 4. ) કેશુભાઇ અમરૂભાઇ સાંડસુર ઉ.વ.૨૮ ધંધો-હિરા ઘસવાનો રહે. વેળાવદર તા.ગારીયાધાર જી.ભાવનગર
( 5. ) શુભમભાઇ ઘનશ્યામભાઇ ખોખર ઉ.વ.૨૪ ધંધો-ખેતી રહે. વેળાવદર, તા.ગારીયાધાર જી.ભાવનગર
( 6. ) શીવરાજભાઇ ઉનડભાઇ સાંડસુર ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે. વેળાવદર તા.ગારીયાધાર જી.ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, સુરસિંહ ગોહિલ
રિપોર્ટર એઝદ શૈખ, ભાવનગર
