ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચનાઓ આપેલ.

ભાવનગર,  એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી.નાં હેડ.કોન્સ. વનરાજભાઈ ખુમાણને બાતમી રાહે હકીકત મળેલ કે, રાહુલભાઈ જેન્તીભાઈ મકવાણા તથા નિલેશભાઈ ઉર્ફે નિલુ વિનુભાઈ બારૈયા રહે. બંને ક.પરા, ભાવનગર વાળાઓએ જુના બંદર રોડ, વૈશાલી સીનેમા પાછળ દોલાભાઈ શંકરભાઈ ગોહેલના જી.એમ.બીના ગોડાઉનમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી રાખેલ છે. જે બંને આ ઈંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે કરે છે. જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં મજકુર બંને ઈસમો હાજર મળી આવેલ. આ ફેકટરીમાં આવેલ ઓફીસમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ. મજકુર ઈસમોને આ ઈંગ્લીશ દારૂ કયાંથી લાવેલ તે બાબતે પુછપરછ કરતાં મહેશભાઈ ધરમશીભાઈ પરમાર રહે. પ્લોટ વિસ્તાર, સોનગઢ, જી.ભાવનગર વાળો આપી ગયેલ હોવાનું જણાવેલ. જે અંગે તેઓ તમામ સામે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પો.સ્ટે.માં પ્રોહિ. એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલ-

મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ ૭૫૦ ML બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૫૦,૪૦૦/-

પકડાયેલ આરોપીઓ-

( 1. ) નિલેશભાઈ વિનુભાઈ બારૈયા ઉ.વ.૩૬ ધંધો.ટ્રાન્સપોર્ટ રહે. ધજાગરાવાળી શેરી, નોળીયવાળી શેરી બાજુમાં, કણબીવાડ, ભાવનગર

( 2. ) રાહુલ જેન્તીભાઈ મકવાણા ઉ.વ.૨૩ ધંધો.પ્લાસ્ટીક મજુરી રહે. ઠાકર દુવારા પાસે, વાલ્કેટ ગેટ. ક.પરા, ભાવનગર

( 3.) મહેશભાઈ ધરમશીભાઈ પરમાર રહે. પ્લોટ વિસ્તાર, સોનગઢ, જી.ભાવનગર (પકડવાનાં બાકી )

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,  મહેન્દ્રભાઇ ચૌહાણ, રાજપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ જાડેજા

રિપોર્ટર એઝદ શૈખ, ભાવનગર