અમરેલીના ચકરગઢ રોડ ઉપર સોમનાથ ફર્નિચરના ગોડાઉનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં માલ-સમાન બળીને ખાખ

3b496c87-4c14-47e7-b665-2cc34ebc74a6

અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર સોમનાથ ફર્નિચરનું મોટું લાકડાનું ગોડાઉન આવેલું છે. અહીં વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થાળે પહોંચે તે પહેલાજ ગોડાઉનનો માલ સામાન બળીને ખાખ થઇ ચૂક્યો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમે માંડ માંડ આગને કાબુમાં લીધી હતી. ગોડાઉનમાં લાકડાનો સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આથી આસપાસના વિસ્તારમાં આગ લાગે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યો હતા. ત્યારે  આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગને જાણ

કરવામાં આવી હતી. ફાયક વિભાગે તાકીદે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, હાલ આ મામલે આગળની તપાસ હાથ ધરાઇ છે. જે તપાસ બાદ સાચુ કારણ સામે આવશે. ગોડાઉનના માલિક સુનિલ પરમારે જણાવ્યુ હતું કે, મોટાભાગના લાકડા બળીને ખાખ થઈ ચૂક્યા છે અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોચી આવતા આગ કાબૂ લેવાઇ હતી.