માતાએ ઠપકો આપતાં પુત્રએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી

images-4

બગસરામા રહેતો એક યુવક રાત્રે મોડે સુધી બજારમા ફરતો હોય અને સવારે મોડો ઉઠતો હોય ત્યારે માતાએ ઠપકો આપતા પુત્રએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. યુવકના આત્મહત્યાની આ ઘટના બગસરામા બની. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત પ્રમાણે અહી રહેતા કેવલભાઇ રાજુભાઇ લીંબડીયા નામના યુવકે પોતાના ઘરે રૂમમા પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ અંતિમ શ્વાસ લીધા હતા.

        આ બનાવ અંગે મૃતક યુવકના ભાઇ જતીનભાઇ લીંબડીયાએ પોલીસને જણાવ્યું હતુ કે કેવલ રાત્રે મોડે સુધી બજારમા બેસતો હતો અને સવારે મોડો ઉઠતો હતો જેથી માતાએ ઠપકો આપતા તેણે આ પગલુ ભરી જીવન ટૂંકાવી લીધુ. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.ઇ.ગાહા ચલાવી રહ્યાં છે. આમ, નજીવી બાબતે યુવકે ગળેફાંસો ખાઇ લેતા શહેરભરમાં ચર્ચા જાગી હતી.