માનકુવા પોલીસ સ્ટેશન તથા માધાપર પોલીસ સ્ટેશન મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી મુદ્દામાલ રિકવર કરતી માનકુવા પોલીસ

શ્રી જે આર મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા સૌરભસિંઘ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એ પી ચૌહાણ ભુજ વિભાગ ભુજ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ચોરીના બનાવો રોકવા તથા બનેલ બનાવો શોધી કાઢવા સૂચના આપેલ હોઈ જે અન્વયે શ્રી ડી આર ચૌધરી પો. ઇન્સ્પેકટર નાઓ સર્વેલન્સ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ. એસ. આઇ પંકજકુમાર રામસિંહ કુશવાહા નાઓને મળેલ બાતમી હકીકત તેમજ પોકેટ કોપ તથા નેત્રમ કેમેરાની મદદથી માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. નંબર ૧૧૨૦૫૦૧૩૨૨૦૩૩૫/૨૦૨૨ આઇ પી સી કલમ ૩૮૦,૪૫૪ મુજબનો ગુન્હો તા.૧૮/૦૭/૨૦૨૨ ના ક્લાક ૧૯/૫૦ વાગ્યે જાહેર થયેલ તથા માધાપર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. નંબર ૧૧૨૦૫૦૩૯૨૨૦૩૫૩/૨૦૨૨ આઇ પી સી કલમ ૩૭૯ મુજબનો તા.૧૪/૦૭/૨૦૨૨ ના ક્લાક ૨૦/૦૫ વાગ્યે જાહેર થયેલ જે બંને ગુન્હાઓ શોધી કાઢતી આરોપીને પકડી પાડી તેના કબ્જા માંથી નીચે મુજબનો મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપી-
બુધા સંગ્રામ ભીલ ઉંમર વર્ષ 35 ધંધો મજૂરી રહે સરસપર પાટી ખાવડા રોડ તાલુકો ભુજ
રીકવર કરેલ મુદ્દામાલ-
( ૧ ) માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૧૩૨૨૦૩૩૫/૨૦૨૨ આઈ પી સી કલમ ૩૮૦,૪૫૪ મુજબના ગુન્હા કામે ચોરીમાં ગયેલ એકટીવા રજીસ્ટર નંબર GJ-12-CS-1656 કિંમત રૂપિયા 40,000/-
( 2 ) માધાપર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૫૦૩૯૨૨૦૩૫૩/૨૦૨૨ આઈ પી સી કલમ 379 મુજબના ગુન્હા કામે ચોરીમાં ગયેલ હીરો કંપનીનું એચ.એફ. ડીલેક્ષ રજીસ્ટર નંબર GJ-12-DE-9337 કિંમત રૂપિયા 30,000/-
કબ્જે કરેલ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 70,000/-
આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ-
( 1 ) ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા રજી નંબર 211/2015 આઈ પી સી કલમ 379 મુજબનો રજીસ્ટર થયેલ છે
( 2 ) ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા રજી નંબર 95/2019 આઇ પી સી કલમ 379, 114, 511 મુજબનો રજીસ્ટર થયેલ છે
ઉપરોક્ત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ડી.આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ એસ આઈ પંકજકુમાર રામસિંહ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હેમલભાઈ શંકરલાલ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ આશિષભાઈ પુંજાભાઈ કરમટા વગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.