પ્રોહી-જુગારની ડ્રાઇવ દરમ્યાન જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આદિપુર પોલીસ


પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય તેમજ પ્રોહી જુગારની ડ્રાઇવ ચાલતી હોય જે દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સી.પી.આઇ શ્રી સી ટી દેસાઈ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો સબ ઇન્સ શ્રી એચ.એસ તિવારી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો સબ ઇન્સ શ્રી એચ.એસ તિવારીનાઓને મળેલ બાતમી હકીકત આધારે સાતવાડી વિસ્તારના રહેણાક મકાનમાંથી ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
આરોપીઓના નામ-
( 1 ) ચાંદની હરેશ ઠક્કર ઉંમર વર્ષ 33 રહે સાતવાડી આદિપુર
( 2 ) સિમરન રાજેશ રવલાણી ઉંમર વર્ષ 35 રહે સાતવાડી આદિપુર
( 3 ) કવિતા ગુલાબ જસનાણી ઉંમર વર્ષ 57 રહે સાતવાડી આદિપુર
( 4) અનીતા રાજેશ ધનવાણી ઉંમર વર્ષ 37 રહે સાતવાડી આદિપુર
( 5 ) મીનાબેન લક્ષ્મણભાઈ રામચંદાણી ઉંમર વર્ષ 69 રહે સાતવાડી આદિપુર
( 6 ) પુષ્પા તુલસીદાસ વાઘવાની ઉંમર વર્ષ 60 રહે સાતવાડી આદિપુર
( 7 ) જયકિશન ઉર્ફે જેકી લીલારામ જસનાણી ઉંમર વર્ષ 29 રહે સાતવાડી આદિપુર
કબ્જે કરેલ મુદ્દામાન-
રોકડ રૂપિયા 16,100/- તથા મોબાઇલ ફોન નંગ-04 કિં.રૂ. 38,000/- તથા ગંજીપાના નંગ- 52 કિંમત રૂપિયા 00/00 કુલે કિં.રૂ. 54,100/- નો મુદ્દામાલ મળી આવેલ
આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો સબ ઇન્સ શ્રી એચ.એસ તિવારી સાહેબ તથા એ.એસ.આઇ ભુપેન્દ્રસિંહ જાડેજા તથા પો હેડ કોન્સ વનરાજસિંહ દેવલ તથા પો કો હરદેવસિંહ ચુડાસમા તથા મહેશભાઈ ઘોઘોળ તથા રાકેશભાઈ ચૌધરી તથા દિલીપભાઈ ચૌધરી તથા ક્રિષ્નાબેન રબારી તથા શ્રીયાબેન સેવારામ નાઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.