જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સામખીયાળી પોલીસ

download-2

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ-કચ્છ ગાંધીધામ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ શ્રી કે જી ઝાલા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રાપર શ્રી ડી એમ ઝાલા સાહેબ નાઓએ પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ અને પો. સ. ઇન્સ. એન કે ચૌધરી સામખયારી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ સામખયારી પોલીસ ના. રા. ફરજ દરમિયાન જંગી તાલુકો ભચાઉ મુકામેથી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા નીચે મુજબના આરોપીઓ પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આરોપીઓના નામ-

( 1 ) બચુભાઈ કરશનભાઈ કોલી ઉં.વ. 45 રહે સેક્ટર-4 મુસ્લીમ વાસ શાહુનગર આધોઈ તાલુકો ભચાઉ

( 2 ) રમઝુ અબ્દુલ દિવાન (ફકીર) ઉં.વ. 31 રહે વરિયાવાસ જંગી તાલુકો ભચાઉ

( 3 ) નામદેવ બચુભાઈ ચાવડા (મારાજ) ઉ.વ. 27 રહે દરબારગઢની બાજુમાં જંગી તાલુકો ભચાઉ

( 4 ) સહદેવ મગનભાઈ મશુરીયા ઉં.વ. 24 રહે હરઘોરવાસ જંગી તાલુકો ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ-

( 1 ) રોકડા રૂપિયા 12,600/-

( 2 ) ગંજી પાના નંગ-52 કિંમત રૂપિયા 00/00

આ કામગીરી પોલીસ હેડ કોન્સ. પ્રહલાદજી મકવાણા તથા ભવાનભાઈ મેમાભાઈ તથા પોલીસ કોન્સ. ભારૂભાઈ ભુરાભાઈ તથા સુરેશભાઈ કણઝારીયા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.