પડાણા હાઇવે રોડ ઉપરથી નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન અલ્ટો કારમાંથી દેશી દારૂ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ-કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ જી પી શ્રી જે આર મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન રાણા એલ સી બી નાઓની આગેવાનીમાં એલ સી બી ટીમ દ્વારા ખાનગી બાતમી હકીકત મેળવી નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન પડાણા હાઇવે રોડ પુલ પાસેથી અલ્ટો કારમાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડી અલ્ટો કારના ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે

આરોપીનું નામ-

અલ્ટો કાર નંબર- GJ-12-BF-3079 નો ચાલક

મુદ્દામાલની વિગત-

( 1 ) દેશી દારૂ લીટર-50 કિંમત રૂપિયા 1,000/-

( 2 ) અલ્ટો કાર નંબર- GJ-12-BF-3079 કિંમત રૂપિયા 1,00,000/-

કુલ કિંમત રૂપિયા 1,01,000/-

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તથા એલ સી બી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.