આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઇલની ચીલઝડપ કરતા ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ-કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ જી પી શ્રી જે આર મોથલીયા સાહેબશ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયા પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓના બનાવો શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન રાણા એલ સી બીનાઓની આગેવાનીમાં એલ સી બી ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે કમલેશ ઉર્ફે પીન્ટુ માંગીલાલ સિંગારિયા રહે ચામુંડાનગર ગાંધીધામ વાળો ચોરી અથવા છળકપટથી મેળવેલ બે મોબાઈલ ફોન વેચવા માટે માર્કેટમાં આવેલ છે અને તે હાલે મદનસિંહ સર્કલ પાસે શંકર પાનની સામેના ભાગે ઉભેલ છે જે હકીકત આધારે ઉપરોક્ત ઇસમને પકડી પાડી તેની અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન મળી આવેલ જેના બિલ આધાર પુરાવા ન હોય અને આ મોબાઈલ ચીલઝડપથી મેળવેલ હોવાની કબુલાત કરેલ હોય જેથી સી આર પી સી કલમ 102 41(1)ડી તળે અટકાયત કરી આગળની કાર્યવાહી માટે આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે

પકડાયેલ આરોપીનું નામ-

કમલેશ ઉર્ફે પિન્ટુ માંગીલાલ સીંગારીયા ઉંમર વર્ષ 25 રહે ચામુંડાનગર ઝુંપડપટ્ટી મકાન નંબર સી/126 ભારતનગર ગાંધીધામ

કબ્જે કરેલ મુદ્દામાલ-

અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ- બે કિંમત રૂપિયા 20,000/-

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન રાણા તથા એલ સી બી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.