નાના થરાવડા ગામેથી ગંજીપાનાની જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ


બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલીયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ નાઓની સૂચના અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ પી ચૌહાણ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શક હેઠળ પ્રોહી તથા જુગારની અસરકારક કામગીરી કરવા સૂચના અનુસંધાને આજે રોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી બી ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પધ્ધર પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી હકીકત મળેલ કે નાના ઠરાવડા ગામે આવેલ કોલીવાસમાં શેરીમાં ખુલ્લામાં અમુક ઇસમો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે બનાવ વાળી જગ્યાએ વર્કઆઉટ કરી નીચે મુજબના આરોપીઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
આરોપીઓના નામ-
( 1 ) જુમા ખીમજી કોલી ઉંમર વર્ષ 40 રહે નાના થરાવડા તાલુકો ભુજ
( 2 ) હાસમ ભામુ કોલી ઉંમર વર્ષ 50 રહે નાના થરાવડા તાલુકો ભુજ
( 3 ) કાનજી તેજા કોલી ઉંમર વર્ષ 41 રહે કોલીવાસ નાના થરાવડા તાલુકો ભુજ
( 4 ) ખીમજી તેજા કોલી ઉંમર વર્ષ 57 રહે કોલીવાસ નાના થરાવડા તાલુકો ભુજ
( 5 ) જુસા જખુ કોલી ઉંમર વર્ષ 35 રહે કોલીવાસ નાના થરાવડા તાલુકો ભુજ
( 6 ) દાઉદ સુમાર પારા ઉંમર વર્ષ ૩૪ રહે નાના થરાવડા તાલુકો ભુજ
મુદ્દામાલ-
( 1 ) રોકડા રૂપિયા 10,110/-
( 2 ) ગંજીપાના નંગ- 52 કિંમત રૂપિયા 00/-
( 3 ) મોબાઈલ ફોન નંગ- બે કિંમત રૂપિયા 5,500/-
એમ કુલ કિંમત રૂપિયા 15,610/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ-
આ કામગીરી પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી બી ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વી જાડેજા તથા પોલીસે હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ આર જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ એમ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ એસ ચૌધરી તથા હોમગાર્ડ તરુણભાઈ આહિર નાઓ જોડાયેલ હતા.