કેરા તા, ભુજ હાલમાં ચારે બાજુ મેઘરાજાએ મહેર કરી છે જેથી લોકો મા પણ અનેરો ઉત્સવ જોવા દેખાય છે જેથી ઉત્સવો પણ ધામધૂમ થી ઉજવાય છે

કેરા તા, ભુજ હાલમાં ચારે બાજુ મેઘરાજાએ મહેર કરી છે જેથી લોકો મા પણ અનેરો ઉત્સવ જોવા દેખાય છે જેથી ઉત્સવો પણ ધામધૂમ થી ઉજવાય છે તેવોજ ઉત્સવ કેરા ભાઇઓ ના સ્વામિનારાયણ મંદિરે બસો અવનવા હિંડોળા દર્શન તેમજ હિમાલય દર્શન આજે 23,7,2022 ના રોજ સંતો તેમજ સાખ્યાયોગી બાઇયો તેમજ દાતાશ્રી ના વરદ્દ હસ્તે દર્શન માટે ખુલ્લા મુકાયા સ્વામિનારાયણ સંપ્રદાય ને બસો વર્ષ થતાં હોવાથી આ બસો હિંડોળા નું આયોજન કરાયું હતું જે 23,7,2022 થી 13,8,2022 સુધી દર્શન થસે જેથી તમામ ગામના હરિભક્તો ને હિંડોળા ના દર્શન નોં લાભ લેવા કેરા મંદિર તરફથી આમંત્રણ પાઠવાયું હતું જેનું ટાઈમ બપોરે 4 થી 9 વાગ્યા સુધી નું રહેશે ત્યાર બાદ કપિલમુનિ આશ્રમ પાસે આવેલ નારાયણ ધ્રો ખાતે સંતો તેમજ સંખ્યા યોગી બાઈઓ તેમજ ગામના સરપંચ તેમજ ગામ લોકો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું અહેવાલ

રવીલાલ હિરાણી કેરા