જામનગરની વિશ્રામવાડી માંથી ઘોડીપાસાનો જુગાર રમતા ઇસમ ઝડપાયા

જામનગરના વિશ્રામવાડી વિસ્તારમાંથી પોલીસે 3 ઇસમને ઘોડીપાસા વડે જુગાર રમતા પકડી પાડ્યા. મસીતિયા રોડ પર એક ઇસમ વોટ્સએપમાં વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો. પોલીસે કુલ રૂ.47710 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.53માં આવેલી વિશ્રામવાડી પાસે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે વિશ્રામવાડીમાં એક પ્રોવિઝન સ્ટોર નજીક રેડ પાડી. ત્યાં ઓટલા પર ઘોડીપાસા વડે જુગાર રમતા ઈમરાન અબુભાઈ પતાણી, લાખાભાઈ દલુભાઈ ધારાણી, વિનોદ દામજીભાઈ મંગે નામના ત્રણ ઇસમ મળી આવ્યા.

પોલીસે પટમાંથી રૂ.36630 રોકડા કબ્જે કરી જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી. જામનગર તાલુકાના મસીતિયા ગામના રસ્તે મોબાઈલમાં વોટ્સએપ પર મેસેજ કરી વર્લીના આંકડા લખાવતા રણજીતસિંહ બહાદુરસિંહ જાડેજા નામના દરેડના ઇસમને પોલીસે પકડી પાડયો. આ ઇસમ પોતાની પાસેથી કપાત લેતા બેડેશ્વરના હબીબ ઉમર બ્લોચનું નામ આપ્યું. પોલીસે તેનો મોબાઈલ, રોકડ મળી કુલ રૂ.11080 નો મુદ્દામાલ કબ્જે કર્યો.