દિવસના ભાગે ભુજ મહેરઅલી ચોકમાં આંગડિયા પેઢીમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી આરોપી તથા મુદ્દામાંલ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં થતા ઘરફોડ ચોરીના વણશોંધાયેલ ગુનોઓ શોધવા તથા આવા ગુનાઓ ન બને તે અંગે આપેલ સૂચના અન્વયે એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.એમ. ગોહિલ સાહેબના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેરઅલી ચોકમાં આવેલ એચ.એમ. આંગડિયા પેઢીમાંથી કોઈ અજાણ્યા માણસે પેઢીની ઓફિસનું તાળુ ખોલી ઓફિસના ડ્રોવરમાંથી ₹10,50,000 ની ચોરી કરી પરત ઓફિસનું તાળુ મારી નાસી ગયેલાની ફરિયાદ દાખલ થયેલ હોય જે અન્વયે એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.એચ. હિંગોરીયા સાહેબ તથા એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ સ્થાનિક જગ્યાની વિજીટ લઈ સી.સી.ટી.વી ફૂટેજ ચેક કરી હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ સર્વિલન્સ આધારે તપાસ કરતા હરેશ નારણભાઈ ઠક્કર રહેવાસી પ્રમુખસ્વામી નગર ભુજવાળો હોવાનું જણાઈ આવેલ જેની વોચ રાખી તેને શોધી કાઢી હસ્તગત કરી ચોરીમાં ગયેલ સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપી
હરેશ નારણભાઈઠક્કર ઉ.વ.૩૬ રહે મ.નં.જી-૧૦ સ્વામિનારાયણ એવન્યુ પ્રમુખસ્વામીનગર ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ
રોકડા રૂપિયા 10,50,000
બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000
એક મોટરસાયકલ કિંમત રૂપિયા 25,000