તા. ૦૩-૦૯-૨૦૧૮ ના રોજ રેલડી તેમજ કુકમાંની વચ્ચે સર્જાયેલા ટ્રક અને રિક્ષાની વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત RTO તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ

ગઇકાલે રેલડી કુકમાંની વચ્ચે ટ્રક અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમાં રિક્ષા ચાલકનું મોત નિમજ્યું હતું. મુકેશભાઈ વડવાઈ (આદિવાસી) ઉમર વર્ષ ૨૭ રહે હાલે સુખપર વાડી વિસ્તાર તાલુકો ભચાઉ કચ્છ તે મૂળ રહેવાસી નાની રેહર તાલુકો સતરમપુર જિલ્લો માહિસાગર વાળા આ અકસ્માત બાબતે ફરિયાદ નોંધાવી હતી. રેલડી થી કુકમાં તરફ જતાં માર્ગ પર પુર ઝડપે આવી રહેલી ટ્રક નંબર જી જે ૧૨ એ ઝેડ ૬૮૨૮ વાળાના ચાલક એ બેદરકારી પૂર્વક ટ્રક ચલાવી સામે થી આવી રહેલી રિક્ષા નંબર જી જે ૧૨ એ ટી ૦૬૮૬ વાળાને અડફેડે લેતા રિક્ષા ચાલક કાસમ ભચું કકલ ઉમર વર્ષ ૪૦ રહે કુકમાં વાળાને ગંભીર ઇજા પહોચતા તેનું મોત નિપજિયું હતું. જયારે અન્યાઓને નાની મોટી ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. આ બનાવની તપાસ પધ્ધર PSI રાણા સાહેબ ચલાવી રહ્યા છે. તો આવા પૂર ઝડપે ચલાવનાર ટ્રક ડ્રાઈવરો ઉપર RTO દ્વારા કડક પગલાં લેવામાં આવે તો આવા અકસ્માતો સર્જાતા બચી જાય પરંતુ RTO વિભાગના અધિકારીઓને જાણે આવી કડક કાર્યવાહી કરવામાં કોઈ રસ ન હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. તો શું લોકોના જીવો જાય છે. તેની RTO તંત્રને જરાય જાણ નથી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે. ફક્ત RTO દ્વારા ૮ થી ૧૦ ગાડીઓ વાળા સામે કાર્યવાહી કરીને સંતોષ માની લે છે. તો આવા અધિકારીઓ સામે પણ ઉપર લેવલેથી કડક કાર્યવાહી થવી જોઈએ જેથી લોકોના જીવ જોખમમાં ન મુકાઇ.