ભુજના હોસ્પિટલ રોડ ઉપર સમસ્યા ફરી ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે
light traffic signal street stoplight transportation regulation vector illustration isolated
ભુજના હોસ્પિટલ રોડ ઉપર સમસ્યા ફરી ટ્રાફિકની સમસ્યા સતાવી રહી છે. અહી ટુ વ્હીલર વાળાઓ જેમ તેમ પાર્કિંગ કરી ચાલ્યા જાય છે. ઘણા લોકો રોડની વચ્ચે પણ પોતાની બાઇક પાર્ક કરીને ચાલ્યા જાય છે. જેના લીધે બીજા વાહનોને ત્યાં થી નીકળવામાં તકલીફ પડે છે. તો શું ટ્રાફિક પોલીસને આ હોસ્પિટલ રોડ ની ટ્રાફિક સમસ્યા નથી દેખાતી.

એક બે દિવસ કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે. બાકી ભુજમાં આ રોડ ઉપર બેન્કો પણ આવેલી છે. ત્યારે અહીથી પસાર થતી ૧૦૮ એમ્બુલન્સને પણ નીકળવામાં ઘણી તકલીફ પડે છે. માટે ટ્રાફિક પોલીસ તરફથી આવા આડેધડ પાર્કિંગ કરતાં વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ.