ભુજની લેવા પટેલ હોસ્પિટલ પાછળના ભાગે રોડ પર છકડા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

ભુજની લેવા પટેલ હોસ્પિટલ પાછળના ભાગે રોડ ઉપર આજે સવારના અરસામાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ચાકડો તેમજ મારુતિ કાર વચ્ચે સર્જાયો હતો જે અકસ્માત દરમિયાન બંને વાહનો પલ્ટી મારી ગયા હતા. જાણવા મળતી વિગત અનુસાર આ રોડ ઉપર એક સાઈડ કામ ચાલુ હતો. ચાકડો રોંગ સાઈડ માથી જઈ રહ્યો હતો ત્યારે સામે થી આવતી મારુતિ કાર સાથે ધડાક ભેર અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડા ચાલક છકડા નંબર GJ 01 BU 7125 અને મારુતિ કાર GJ 12 C 9948 વચ્ચે આ અકસ્માત સર્જાયું હતું. તો આ અકસ્માત દરમિયાન ઇજા પામનારને સારવાર માટે દવાખાના માં ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *