ગણતરીનાં દિવસમાં કાર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને રાજસ્થાનથી પકડી પાડી ચોરીમાં ગયેલ કાર રિકવર કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ – ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ – કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા શરીર સંબંધી / મિલ્કત સંબંધી ગુનાઓ બનતા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા તથા આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ – અંજાર તથા શ્રી પોલીસ ઇન્સપેક્ટર પી. એન. ઝીંઝુવાડીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ  બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ. ૨. નં ૧૧૯૯૩૦૦૭૨૨૦૬૯૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબનો ગુનો તા.૨૫ / ૦૭ / ૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય જે ગુના કામેના આરોપી તથા મુદ્દામાલ શોધવા માટે ટીમ બનાવી આરોપી તથા મુદામાલની સોધમાં હતા દરમ્યાન સી.સી.ટીવી ફુટેજનાં આધારે જાણવા મળેલ કે ચોરીમાં ગયે હુન્ડાઇ ડેટા કાર નંબર GJ – 12 – EE – 4543 વાળી ગુજરાત થી રાજસ્થાન તરફ ગયેલ હોય જેથી ટેકનીકલ સર્વે તથા હ્યુમન સોર્સીસ આધારે આરોપીની રાજસ્થાન રાજયનાં સાંચોર માંથી સોધી કાઢી તેની પુછપરછ કરતા ચોરી કરેલ હુન્ડાઇ ડેટા કાર નાગણા ગામે રાખેલાની કબુલાત આપતા જેથી આરોપીને રાઉન્ડઅપ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ હુન્ડાઇ ડેટા કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ-

( ૧ ) ઈશરારામ ચોખારામ જાટ ઉ.વ .૨૬ રહે. નવલદેવ છતરી ચોખલા થાના નાગણા તા – બાયતુ જી.બાડમેર (રાજસ્થાન)

કબ્જે કરેલ મુદ્દામાલ-

હુન્ડાઇ કેટા કાર નં. GJ – 12 – EE – 4543 કિ.રૂ.૧૩,૦૦,૦૦૦/-

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેડટ૨ પી.એન.ઝીંઝુવાડીયા સા.ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ તનેરાજસિંહ ચૌહાણ તથા પ્રવિણસિંહ જાડેજા તથા ભરતકુમાર ભાટી, લાખાભાઇ ઘાંઘર, તથા હસમુખસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ આલ તથા પ્રદિપસિંહ ઝાલા, રવિભાઈ પરમાર, હિરેનભાઈ મહેશ્વરી, ઇશ્વરસિંહ જાડેજા નાઓ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ