અંજારમાં વરલી મટકાનો જુગાર રમાડતો ઇસમ ઝબ્બે

અંજારના ગંગાનાકા વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમતા યુસુબ સિકંદર ખલીફા નામના ઇસમને એલ સી બી પોલીસે ઝડપી પાડયો ઇસમ ગંગાનાકા વિસ્તારમાં કિશન હોટેલ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમતો હોવાની બાતમી પોલીસને મળી. ઇસમો પાસેથી આંકડો લઇ પેન વડે બુકમાં લખી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક પોલીસ પહોચી અને યુસુબને પકડી પાડયો હતો. તેની પાસેથી રોકડા 2500 તથા બુક, પેન વગેરે આંકડાનું સાહિત્ય હસ્તગત કરવામાં આવ્યું. ઇસમ પાસેથી આંકડો લઇ ઉપર કોને લખાવતો હતો તેવા ઇસમોની અટક કરવામાં આવશે વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.