ઈન્ટરનેશનલ ડ્રગ હેરફેરની સિન્ડિકેટનો પર્દાફાશ..


દિલ્હી પોલીસ અને કેંન્દ્રીય એજન્સીઓએ મળીને એક મોટા ડ્રગ્સ સિંડિકેટનો પર્દાફાશ કર્યો અને ૧૩૦ કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યું. ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એક આરોપીની એન ડી પી એસ કાયદા હેઠળ અગાઉ પણ ધરપકડ થઇ ચુકી છે. આ ગેંગ લાંબા સમયથી દિલ્હી-એન સી આરમાં સક્રિય હતી અને વિદેશી હેરોઇન ભારતમાં ટ્રાંસપોર્ટ કરાવતી હતી.
વિદેશથી આવેલુ હેરોઇન બાદમાં પોતાના સિન્ડિકેટ દ્વારા જુદા જુદા રાજ્યોમાં ઘુસાડવામાં આવતું હતું. જોકે એજન્સીઓએ આ ગેંગને અંતે પકડી પાડી. અને તેની પાસેથી ૨૧.૪૦૦ કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું. મુખ્ય આરોપી પરવેજ આલમ પોલીસના હાથે ઝડપાઇ ગયો. જેને ડ્રગ્સ ગેંગમાં ડોક્ટર તરીકે ઓળખવામાં આવતો હતો. લાંબા સમયથી તેની જ આગેવાનીમાં ડ્રગ્સ સિંડિકેટ સક્રિય થયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ આખા દેશમાં પોતાની સિન્ડિકેટ મજબૂત કરવાની તૈયારીમાં હતી. દિલ્હી-એન સી આર ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ તેનો કાળો ધંધો ચાલતો હતો.