ડ્રોનની મદદથી પકડી પાડી દારૂની ભઠ્ઠીઓ

બોટાદમાં લઠ્ઠાકાંડ ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લઈ રાજ્યના મહાનગરો સહિત અનેક જગ્યાએ દારૂબંધીના નિયમો નેવે મૂકતી ઘટના બની રહી છે. તેમાં પણ ખાસ કરીને સુરતના વિવિધ વિસ્તારોમાં દારૂ વેચાતો હોવાના વીડિયો સામે આવ્યા હતા. 24 કલાકમાં દારૂબંધીની પોલ ખોલતી 4 ઘટનાઓ બની હતી. તે જોતા આ મામલે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઇ. સુરતમાં ધમધમી રહેલા દારૂના દૂષણને નાશ કરવા માટે નવતર પ્રયોગ અજમાવ્યો.

સુરતમાં દારૂના દૂષણને ડામવા માટે પોલીસે ડ્રોનનો સહારો લીધો. સુરતના ડી વાય એસ પી બી.કે.વનાર અને કામરેજ પોલીસ સ્ટેશનના પી આઇ એ ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધર્યુ. જે દરમિયાન નદી અને ખાડી કિનારા વિસ્તારમાંથી અંદાજે દારૂની 6 ભઠ્ઠીઓ મળી આવી. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને દારૂનો નાશ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરીને લઇને બુટલેગરોમાં ફફડાટ ફેલાયો.