ઈકોસ્પોટ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડે આડેસર પોલીસ દ્વારા ઈકોસ્પોટ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂનાં જથ્થો જબ્બે

આડેસર પોલીસ દ્વારા ઈકોસ્પોટ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂનાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ખાનગી બાતમી આધારે આડેસર ચેક પો.સ્ટ પાસેથી ઈકોસ્પોટ ગાડી ૨જી. નં. DL-10-CF-3382 વાળામા બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે શખ્સોને પકડી પાડી તેમના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ,પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી, મહેન્દ્ર બગડીયા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહિ/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઈ. જે અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી, કે.જી.ઝાલા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી, ડી.એમ.ઝાલા સાહેબ, રા૫૨ સર્કલ રાપ૨નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર બી. જી. રાવલ નાઓને મળેલ ખાનગી બાતમી આધારે આડેસર ચેક પો.સ્ટ પાસેથી ઈકોસ્પોટ ગાડી ૨જી. નં. DL-10-CF-3382 વાળામા બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે શખ્સોને પકડી પાડી તેમના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જે દરમિયાન બેલેનટાઇન્સ ફિનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી કંપની શીલ પેક ફોર સેલ ઇન રાજસ્થાન ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ. ૧૬૯૫/- લેખે બોટલ નંગ-6 કિ.રૂ. 10,170/-,રેડ લેબલ બ્લેડેડ સ્કોચ વ્હીસ્કી કંપની શીલ પેક ફોર સેલ ઇન રાજસ્થાન ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ. ૧૫૭૦/- લેખે બોટલ નંગ-6 કિ.રૂ. 9,420/-,બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રિમીયમ વ્હીસ્કી કંપની શીલ પેક ફોર સેલ ઇન રાજસ્થાન ૭૫૦ એમ.એલ.ની એક બોટલની કિ.રૂ. ૧૦૫૦ /- લેખે બોટલ નંગ-59 કિ.રૂ. 61,950/-,બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રિમીયમ વ્હીસ્કી કંપની શીલ પેક ફોર સેલ ઇન રાજસ્થાન ૧૮૦ એમ.એલ.ની એક ક્વોટરની કિ.રૂ. ૨૫૦/- લેખે બોટલ નંગ-78 કિ.રૂ. 19,500/-,એક ઈકો સ્પોટ કાર નં. DL-10-CF-3382 કિ.રૂ. 5,00,000/-,મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. 10,000/- મળી કુલ બોટલ નંગ-149 કિંમત રૂપિયા ૬,૧૧,૦૪૦/- કબ્જે કરવામાં આવ્યો હતો.
ઉપરાંત આરોપી જીતેન્દ્ર શિંભુરામ, ઉ.વ.૨૮,૨હે. માલીયો કા વાસ, રાંસી ગામ, રણસીગાંવ, જોધપુર, રાજસ્થાન અને હેમરાજ બાબુલાલ ઓડ, ઉ.વ.30, રહે.બોરંદા, તા.પીપાડ સીટી, જી.જોધપુર, રાજસ્થાન વાળાની અટક કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી પો.સ.ઈ. બી.જી.રાવલ તથા પો.હેડ.કોન્સ. ગાંડાભાઈ અણદાભાઈ તથા શીરીષભાઇ ઇશ્વ૨ભાઇ તથા પો.કોન્સ.વિજયસિંહ સહદેવસિંહ વિગેરે નાઓએ કરેલ. સર પોલીસ



