ભુજની શાળા નં ૯ પાસે જોવા મળ્યો ગંદકીનો સામ્રાજય

ભુજની શાળા નં ૯ પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. શાળાના પ્રવેશ દ્વારા પાસે જ ગંદકી તેમજ કચરાના ઢગલા જોવા મળેલ છે. આ ગંદકીના લીધે બાળકો શાળામાં ભણી નથી શકતા અને શિક્ષકો પણ કલાસમાં બેસી નથી શકતા. તો હાલમાં જ ડેન્ગ્યુ અને મલેરિયાના તાવ એ કચ્છમાં  ફરી દેખાવ દીધું છે. ત્યારે અહી ૨૪ કલાક ગંદકી હોય છે. શું આ ગંદકી સાફ કરવાની કોઇની જવાબદારી નથી આ ગંદકી ના કારણે બાળકો બીમાર પડશે તો તેનો જવાબદાર કોની રહેશે. માટે ભુજ નગરપાલિકા દ્વારા આ સ્કૂલ પાસે તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવે જેથી આ શાળામાં ભણતા બાળકો બીમાર ન પડે તેવી લોક મુખે ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *