બાઈક ચાલક યુવકને અડફેટે લેતા, ગંભીર ઈજાઓ થતાં યુવકનું કમકમાટીભર્યું મોત

ભચાઉ-ગાંધીધામ છ માર્ગીય ધોરીમાર્ગ પર ચિરઈ નજીક  રાત્રે પડાણા તરફ જતા બાઈક ચાલક યુવકને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનામાં રાપર તાલુકાના થોરિયારી ગામના 25 વર્ષીય નવઘણ ભાયા ભરવાડનું મોત થયું.  યુવકને ભચાઉ સરકારી દવાખાનામા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો. હોસ્પિટલે બનાવની જાણ જોગ પોલીસમાં ફરીયાદ કરી, લાશનું પોસ્ટમોર્ટમની વિધિ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો. યુવક પોતાના ગામ થોરિયારીથી પડાણા નોકરીએ જવા માટે નીકળ્યો હતો. આ  સમયે કોઈઅજાણ્યા વાહને તેને ટક્કર મારી, જેથી યુવક ઇજાગ્રસ્થ થતાં તેનું મોત ભરખી ગયો. અકસ્માત સર્જી વાહન ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો.આ અંગેની વિધિવત ફરિયાદ હવે નોંધાવામાં આવસે એવું ભચાઉ પોલીસે જણાવ્યું હતું

.