મોંઘવારીની નનામી કાઢી ભુજમાં કોંગ્રેસે કેન્દ્ર સરકારના વિરોધમાં કર્યો આશ્ચર્યજનક પ્રદર્શન 


સત્તાસ્થાને રહેલી કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારે પેકેજીંગ વસ્તુઓ પર જીએસટી લગાડી વધુ એક આર્થિક અન્યાય કર્યાની લાગણી સાથે કચ્છ કોંગ્રેસ દ્વારા લોકહિતા માટે ભુજના જ્યુબિલિ સર્કલથી વીડી માર્ગ તરફ સરકારની આર્થિક નીતિ વિરુદ્ધ મોંઘવારીની નનામી કાઠી આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરી રહેલા કોંગી સભ્યોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવવી હતી જ્યારે ત્યારબાદ છોડી દેવામાં આવ્યા હતા. એક તબક્કે કોંગેસના અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જી હતી.
મોંઘવારીનો વિરોધ કરતાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા દેશમાં પેકેજીંગ વસ્તુઓ પર જીએસટી લગાડી પ્રજાને વધુ એક અન્યાય કર્યો છે. જેના વિરોધમાં આ પ્રદર્શન કરવાની ફરજ પડી. તેમણે વધુમાં કહ્યું કે જ્યારથી કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારથી પ્રજા પાયમાલ બની. ભાજપ સરકારે ઘણી આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે, ઘઉંનો લોટ, મધ, ગોળ તથા અનાજની પેકિંગ વસ્તુઓ પર અસહ્ય જીએસટી લગાવી દેતા ભાવવધારો થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો બોજ વધે છે. સરકાર અત્યંત અસવેદનશીલ અને સરમુખત્યારી તથા ભાજપ સરકારના અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયોથી મોંઘવારી ભીષણ સ્વરૂપે બહાર આવી રહી છે. ઉપરાંત યુવાનોને રોજગારીના નામે ગુમરાહ કરવામાં આવે છે. તેના વિરોધમાં કચ્છ જિલ્લા મથક ભુજ મધ્યે રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના વિશાળ સંખ્યામાં કાર્યકરો, આગેવાનો દ્વારા મોંઘવારીની નનામી કઢી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો. આ વેળાએ સભ્યોએ “સસ્તો દારૂ મોંધુ તેલ ભાજપ તેરા કૈસા ખેલ” જેવા સૂત્રોચાર પણ કર્યા હતા. આ દરમ્યાન મહિલા કાર્યકરો સાથે પોલીસના બળ પ્રયોગને કોંગ્રેસ પક્ષે વખોડ્યો હતો.
આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,કિશોરદાન ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા,પી.સી.ગઢવી, રામદેવસિંહ જાડેજા, અરજણ ભુડીયા,કલ્પના જોશી, આશાબેન સોની, દીપક ડાંગર,ગની કુંભાર, મુસ્તાક હિંગોરજા, પુષ્પાબેન સોલંકી,અમિત મહેતા, ધીરજ રૂપાણી, અંજલીબેન ગોર, ઇલિયાસ ઘાંચી, રસિકબા જાડેજા, આઈસુબેન સમા, મહેબૂબ પખેરીયા, હાસમ સમા,નરેશ ફુલીયા,એચ.એસ. આહીર, નીલય ગોસ્વામી,યોગેશ પોકાર, મીત જોશી,હિંમતસિંહ જાડેજા, હેમાંગ જોશી, રજાક ચાકી, અકીલ મેમણ , જુસબશા સૈયદ,વિશાલ ગઢવી, ધેર્યા ગોર,જીગરસિંહ જાડેજા,આદિત્ય ગઢવી, શક્તિસિંહ ચૌહાણ રાજુ સાઈ વગેરે આગેવનો જોડાયા હતા. તેઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવાયા બાદ છોડી દેવામાં આવ્યા હતા.