ઇફ્કો કોલોનીના એપ્રેન્ટીક્સ રૂમમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી બીડિવિઝન પોલિસ

ઇફ્કો કોલોનીના એપ્રેન્ટિક્સ રૂમમાં ચાલતી જુગાર પર બાતમીના આધારે દરડો પાડી બી-ડિવિઝન પોલીસે રૂ.76 હજાર રોકડ અને 10 મોબાઇલ સહિત કુલ રૂ.1.61લાખના મુદ્દામાલ સાથે નાલ ઉઘરાવી ક્લબ ચલાવતા સંચાલક સહિતના 10 જુગારીઓને પકડી પાડ્યા હતા.

બી-ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તનેરાજસિંહ ચૌહાણ અને ભરત ભાટીને સંયુક્ત બાતમી મળી હતી કે, ઇફ્કો કોલોની અંદર ગુરૂકુળમાં એપ્રેન્ટીક્સના 20 રૂમો આવેલા છે, જે પૈકી રૂમ નંબર 01 માં રહેતો દિપ શૈલેશભાઇ ઠાકોર નાલ ઉઘરાવી બહારથી ખેલીઓને બોલાવીને જુગારધામ ચલાવે છે. વોરંટ સાથે ઇફ્કો કોલોની અંદર એપ્રેન્ટિક્સ રૂમમાં દરોડો પાડતા  રમી રહેલા આ જુગારધામના મુખ્ય સંચાલક દિપ શૈલેશભાઇ ઠાકોર, દિપક દશરથજી ઠાકોર, ચેતનસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા, અશોક નારાણભાઇ ચૈયા (આહિર), જીતેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા,સચિન્દ્રસિંગ શ્રીમાતબરસિંગ બુટોલા, સન્મુખરાજુ જીવરત્નમ બસવા, અજયકુમાર ગંગાપ્રસાદ ગુપ્તા, રોહિત કુલદિપ ગુપ્તા અને વિશાલ ઠાકરશી રામાણીને રૂ.76,000 રોકડ તથા 10 મોબાઇલ સહિત કુલ રૂ. 1,61,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.