અંજારમાં ચા પીવા આવેલા યુવાન પર 5 લોકો દ્વારા કરાયો હુમલો, છરીના 4 ઘા મરાયા

અંજારના દેવડિયા નાકે આવેલી ચાની હોટલે ચા પીવા ગયેલા યુવન પર સાઈડમાં ઉભવાની બાબતે 5 લોકો દ્વારા  હુમલો કરાયો હતો. જેમાં યુવાકને હાથના ભાગે છરીના 4 ઘા માર્યા બાદ ધકબુસટનો માર મારવામાં આવતા ફરિયાદ દર્જ કરવામાં  આવી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી હેમલાઈ ફળિયામાં રહેતા ફારૂક અલીભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદને ધ્યાને લઈને મળતી માહિતી અનુસાર રાત્રે તે તથા તેનો ભાઈ સાહિલ, મિત્ર આસીફ ઘાંચી દેવળિયા નાકે આવેલી બાયડ ચા ની હોટલે ચા પીવા ગયા હતા.

ત્યારે આરોપી સલીમ લતીફ બાયડ, મહેબુબ લતીફ બાયડ, ઈર્શાદ અબુબકર બાયડ, ઈબ્રાહીમ અભુ બાયડ આવ્યા અને સાઈડમાં ઉભા રહી ચા પીઓ એવું કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, હમણાં સાઈડમાં જતા રહીએ છીએ તે વાતથી ઉશ્કેરાઈને સલીમે છરી કાઢી ફરિયાદીને હાથમાં ચાર ઘા મારી દીધા તેમજ અન્ય આરોપીઓ દ્વારા ધકબુસટનો માર મરાયો હતો.

જે બાદ લોકો એકઠા થઈ જતાં આરોપીઓ નાસી ગયા હતા. બાદમાં આરોપી ફિરોજ દેદાએ પાછળથી આવીને ફરિયાદીને ધકબુસટનો માર માર્યો હતો. જે ઘટના સંદર્ભે અંજાર પોલીસ મથકે પાંચ આરોપીઓ સામે ગુનો દર્જકરવામાં આવતા પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.