ઉછીના નાણાંની ઉઘરાણી બાબતે યુવક પર વહેલી પરોઢે 3 શખ્સનો હુમલો

copy image

ભુજના ભાનુશાલીનગર પાછળ રઘુવંશીનગરમાં રહેતા યુવકના ઘરમાં વહેલી પરોઠે ત્રણ શખ્સોએ ઉછીના આપેલા નાણાની ઉઘરાણી કરી લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડતાં હોસ્પિટલમાં આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દર્જ કરાવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રઘુવંશીનગરમાં રહેતા અને છુટક ડ્રાઇવીંગનો ધંધો કરતા દિલીપ બચુભાઇ ઠકકરે કેમ્પ એરિયામાં રહેતા ઇસ્માઇલ ઉર્ફે રઘુ અલીમામદ કુંભાર, અબા નામનો શખ્સ અને રામકૃષ્ણ કોલોનીમાં રહેતા કુલદીપ પ્રકાસભાઇ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ કરી છે.
આ ઘટના વહેલી પરોઢના ચાર વાગ્યા દરમિયાન બની હતી. ફરિયાદી પોતાના ઘરમાં સુતો હતો. ત્યારે દરવાજાનો ખખડાટ થતાં તે જેવો દરવાજો ખોલીને બહાર ગયો ત્યારે ત્રણ આરોપીઓએ ફરિયાદીના ઘરનો દરવાજો ખખડાવીને ફરિયાદી યુવકને બહાર બોલાવ્યો હતો.
બાદમાં તને ઉધાર આપેલા રૂપિયાનું શું થયું કહ્યું હતું. ફરિયાદીએ ઉછીના રૂપિયા મે આપી દિધા છે, આપણો હિસાબ થઇ ગયો છે. તેમ કહેતા આરોપીઓ એકદમ ઉસ્કેરાઇને અમારા રૂપિયા આપ તેમ કહીને ફરિયાદીને મારવાનું ચાલુ કરી દીધું હતું જેમાં કુલદીપ નામના શખ્સે ફરિયાદીને માથાના ભાગે લોખંડનો પાઇપ મારતા ચાર ટાંકા જેવી ઇજા પહોંચતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થઇને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.