ભુજના વોર્ડ નં ૫ માં પાણી ગટરની સમસ્યા સતાવી રહી છે

ભુજ શહેરમાં આવેલ વોર્ડ નં 5 ના રહેવાસીઓ દ્વારા આજે નગરપાલિકા ખાતે પાણી પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી. તો આ લોકો જયારે રજૂઆત કરવા આવ્યા ત્યારે પ્રમુખ શ્રી હજાર જોવા મળ્યા ન હતા. વોર્ડ નં ૫ માં  પાણી અને ગટરની  સમસ્યા છેલ્લા ૮ દિવસથી  સતાવી રહી છે જેમાં ઘાંચી ફલિયો,સુમરા ડેલી, મછીપીઠ,આશાપુરા રિંગ રોડ આમ પાંચ થી છ એરિયામાં પાણીની સમસ્યા સતાવી રહી છે. અને આ બાબતે અગાઉ પણ ગણી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી સમાધાન નથી થયેલ. રજૂઆત કરવા આવેલ લોકો દ્વારા જણાવામાં આવી કે અમને પાણી ટેન્કર દ્વારા નહીં પાણી પાઇપ દ્વારા જોઈએ અને જો આવું કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું રજૂઆત કરવા આવેલ લોકો એ જણાવ્યુ હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *