ભુજમાં ચાલતા મટન માર્કેટ ને હટાવવા ભુજ રહેવાસીઓ દ્વારા કલેક્ટર શ્રી તેમજ નગરપાલિકામાં કરાઈ રજૂઆત.

0
depositphotos_89362854-stockillustratie-rode-stop-pictogram-logo

જાણવા મળતી વિગત અનુસાર ભુજ શહેરમાં આવેલ ભીડ વિસ્તારમાં જે મટન માર્કેટ આવેલ છે તેમાં ગેરકાઇદે પરવાના વગર સ્થાનિકે જ ઘરમાં,દુકાનમા વેપારીઓ દ્વારા પશુ – પક્ષીને  કતલ કરવાની રાવના પગલે ભુજ નગરપાલિકા દ્વારા ૪૦ જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા જણાવે છે કે લોકોની ફરિયાદના પગલે આ પગલાં લેવાયા છે. તેથી જો આવી કોઈ પ્રવુતી થતી હોય, તો બંધ કરાવવા નોટિસ અપાઈ છે. તથા ધાર્મિક લાગણી પણ આ રીતે દુભાતી હોવાથી અમારા દ્વારા નિયમોનો ભંગ કરનારાઓની દુકાનો પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરી દેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *