વેગડી નદીના ડેમના ઓગનમાં ન્હાવા પડેલા બે યુવાનોનું મોત


માંડવી તાલુકાના નાની ઉનડોઠ અને પદમપર ગામની વચ્ચે આવેલા વેગડી નદીના ડેમના ઓગનમાં ન્હાવા ગયેલા બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાઇ જતાં બંનેનું મોત નીપજ્યું. ઘટનાથી ગામમાં અરેરાટી સાથે શોકનું છવાઈ ગયો હતો. ગઢશીશા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર બનાવ બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા વચ્ચે બન્યો હતો.
નાની ઉનડોઠ ગામના બે યુવાનો ડેમના ઓગનમાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન ધસમસતા ધોધના પ્રવાહમા નારણ હરજી ગઢવી (ઉ.વ.21) અને પીયુષ લક્ષ્મણભાઇ જોષી (ઉ.વ.21) નામના બે યુવાનો ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. ઘટના અંગે ગ્રામજનોને જાણ કરાતાં તાત્કાલિક દોડી આવ્યા હતા. હતભાગી યુવાનોને હોસ્પિટલે ખસેડતા, તબીબે મૃત જાહેર કરતાં ગઢશીશા પોલીસ દ્વારા અકસ્માત મોતના બનાવની નોંધ લઇ આગળ તપાસ હાથ ધરાઈ છે.