સામખિયાળીમાં ફરતી જુગાર ક્લબમાંથી 12 જબ્બે, 1 ફરાર

gin-hand-rummy

ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે રમાતી ફરતી જુગાર ક્લબમાંથી ધાણીપાસાનો જુગાર રમી રહેલા 12 ખેલીને સ્થાનિક પોલીસે રૂ.25,600 રોકડ સાથે 1 કાર અને 10 મોબાઇલ સહિત કુલ રૂ.2.80 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ભાગવામાં સફળ રહ્યો.

સામખિયાળી પીએસઆઇ એન.કે.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતી ત્યારે હાઇવે પર આવેલી દ્વારકાધિશ હોટલ પાસે પહોંચતાં બાતમી મળી હતી કે, રાપરમાં રહેતો મહેશ ઉર્ફે મેશો જીવણભાઇ કોલી ઇટી કંપની પાછળ બાવળની ઝાડીમાં અમુક સખ્શોને ભેગા કરી જુગાર રમી તથા રમાડે છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી અંજારના મનોજભાઇ હરીભાઇ આહિર, અભુ આમદ ખોળ, રાપરના ધર્મેશ હોથીભાઇ સિયાળીયાઇબ્રાહિમ હાસમ કુંભાર, કડોલના વીરમ મોહન કોલી, હારિજના પ્રહલાદભાઇ જગદિશભાઇ ઠાકોર, વારાહીના જીવણભાઇ કરશનભાઇ પરમાર,કાદર દાઉદ કુંભાર, દીયોદરના હસમુખ દેવશી પરમાર, ભુજના હિરેન શાંતિલાલ ગોર, કલ્પેશ રામજી રાજગોર, સામજી વાછીયા માતંગને રૂ.25,600 રોકડા , રૂ.55,000 ની કિંમતના 10 મોબાઇલ અને રૂ.2,00,000 ની કિંમતની ઇકો કાર સહિત કુલ રૂ.2,80,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મુખ્ય સંચાલક મહેશ ઉર્ફે મેશો જીવણભાઇ કોલી દરોડા દરમિયાન હાજર મળ્યો ન હતો.