સામત્રામાં શિવ મંદિર ના શિખર ઉપર વીજળી પડતા શિખરમાં થયો નુકશાન

ભુજ તાલુકાના સામત્રા ગામે આજે સાંજના અરસામાં વરસાદી વીજળી શિવ મંદિરના શિખર ઉપર પડતા શિખરમાં રીતસરની તિરાડ પડી ગઈ હતી આ બનાવમાં વધુ કોઈ જાનહાની સર્જાઈ ન હતી છેલ્લા કેટલાક દિવસોથી કચ્છની અંદર હવામાન વિભાગની આગાહી ને પગેલ ક્યાંક છુટ્ટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે કચ્છના અનેક ગામડાઓમાં વીજળી પાડવાના બનાવો સામે આવી રહયા છે તેવામાં ભુજના સામત્રા ગામે શિવ મંદિરના શિખર ઉપર વીજળી પડતા શિખરમાં નુકસાન થયો હતો થોડા સમય માટેતો લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પરંતુ સદ્ નસીબે આ બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી
