પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના 4 બનાવ

પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુની અલગ અલગ ત્રણ ઘટનામાં યુવતી, યુવાન આધેડ સહિત ચાર માનવના મોત થયા.

મળતી માહિતી અનુસાર માંડવીના ગોઘરા ગામમાં રહેતા અને પ્લબીંગનું કામ કરતા જીગર શાંતિલાલ સાવલા (ઉ.વ.24) નામનો યુવક સવારના સાડા આઠ વાગ્યા આસપાસ ગોધરા ગામમાં આવેલા અંબેધામ મંદિર માં અનક્ષત્ર ટાવર પરથી રાષ્ટ્ર ધ્વજ ઉતારવા માટે ચડ્યો.  તે દરમિયાન ટાવર તૂટી જતાં જીગર નીચે પડ્યો હતો. જેના કારણે માથાના ભાગમાં ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં પ્રફુલભાઇ લક્ષ્મીચંદ વોરા દ્વારા લઈ આવતાં ત્યાં હાજર પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. માંડવી પોલીસ દ્વારા ઘટનાની નોંધ લઇ કાર્યવાહી હાથ ધરાઇ છે.

 અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં યુવાકની હત્યાના બનાવમાં બે આરોપીઓની સંડોવણી  હોવાનું બહાર આવતાં એક આરોપીના પિતા ઇશાક મેરૂભાઇ હિંગોરા (ઉ.વ.46)ને મનપર લાગી જતાં બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં વિંઝાણ ગામથી વરાડીયા વચ્ચે વાડીના સેઢા પર બાવડની ઝાડીમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

ભુજ એરફોર્સ સ્ટેશનમાં કામ કરતા બ્રિજેશસિંગ ઉમેદસિંગ સુહાગ (ઉ.વ.54) પોતાના ક્વાર્ટરમાં સવારે નવ વાગ્યાના અરસામાં બેભાન મળી આવ્યા હતા. જેમને એરફોર્સની હોસ્પિટલમાં લઇ જવાતાં  આવતા ત્યાં પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.