કેરા ગ્રામપંચાયતની બેઠકમાં મંત્રીને વારંવાર સૂચના આપવા છતાં સભ્યોની સહી લીધા વિના તમામ રેકર્ડ લઈ મિટિંગ છોડી ચાલ્યા જતાં સરપંચ દ્વારા મંત્રી વિરુદ્ધ ફરિયાદ કરાઈ.

ગઇકાલે કેરા ગ્રામપંચાયતની મળેલી બેઠકની કાર્યવાહી ચલાવવા મંત્રીને સૂચના આપવા છતાં પણ સભ્યોની સહી લીધા વિના તમામ રેકર્ડ લઈ ચાલ્યા ગયા હોવાથી બેઠક યોજી શકાઈ ન હતી. આ માટે સરપંચ દ્વારા મંત્રી વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીને કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવેલ હતી.સરપંચ દિનેશભાઇ એ પોતાની રજૂઆતમાં જણાવેલ કે એજન્ડા મુજબ ગત તા. ૧૯ ના બોલાવેલી બેઠકમાં રેવેન્યુ તલાટી રાજલબેન ગઢવીની બદલી થઈ ગઈ હોવા છતાં હાજર થતાં તેમણે મિટિંગની મિનિટ્સમાં તથા હાજરીબુકમાં તલાટી તરીકે સહી કરી હાજરી આપશો તેવું જણાવ્યુ. તો તેમણે સહી કરવા ઇનકાર કરતાં મિટિંગમાં આપ હાજર ન રહી શકો તેવું કહેલું. ગ્રામપંચાયતના મંત્રી નીલમબા ઝાલાને મિટિંગ રદ્દ કરવાની સૂચના આપતા તેઓએ રાજલબેન ગઢવી વગર મિટિંગ ચાલી શકશે નહીં તેવું કહેલું. સરપંચે ગુજરાત પંચાયત ધારાની વિરુદ્ધના વર્તન માટે મંત્રીને લેખિત સૂચના આપવા મંત્રી પાસે માંગ કરેલ હતી.