શેર માર્કેટમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમિયાન જોરદાર ઉથલ-પાથલ જોવા મળી.

શેર માર્કેટમાં શુક્રવારે ટ્રેડિંગ સેશન દરમિયાન શેર માર્કેટમાં જોરદાર ઉથલ-પાથલ જોવા મળી હતી. જેના કારણે રોકાણકારોના જીવ અધ્ધર થઈ ગયા હતા જયારે સેન્સેક્સ અને નિફ્ટી સારી એવી તેજી સાથે ખૂલ્યા હતી અને શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં તેજી પણ જોવા મળી હતી. જોકે અચાનક માર્કેટમાં શું થયું કે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉપલી ટોચેથી પટકાયા હતાં. હાલ હજુ ઘટાડાનું કોઈ કારણ સમજાઇ રહ્યું નથી. પરંતુ આ ઘટાડમાં સૌથી વધુ બેન્કિંગ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓના શેર ઉંધા માથે પટકાયા હતાં. હાલ નિષ્ણાંતોનું માનવું છે કે, શેરહોલ્ડરોએ ગભરાવાની જરૂર નથી. બજારમાં ઘટાડાના લીધે DHFLનો શેર 55% અને યસ બેંકનો શેર 30% સુધી તૂટી ગયા હતા. એવી પણ ચર્ચાઓ ચાલતી હતી કે ડીએચએફએલ અને યશ બેંકના કારણે માર્કેટ આટલું બધું તૂટ્યું છે.