મુન્દ્રા ખાતે નર્સરીમાં અભ્યાસ કરતી સાડા ત્રણ વર્ષની બાળા પર સ્કૂલના જ અકાઉન્ટન્ટે કર્યો દુષ્કર્મનો પ્રયાસ.

મુન્દ્રામાં આવેલ કર્લેરોક્ષ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી સાડા ત્રણ વર્ષની બાળા પર શાળાનાં જ અકાઉન્ટન્ટ ફેઝલ જુસણ સમેજાએ દુષ્કર્મનો પ્રયાસ કરવાનો કિસ્સો બહાર આવતાં વાલીઓ તેમજ સંપૂર્ણ શિક્ષણજગતમાં ખળભળાટ મચેલ છે. ગત મંગળવારે ફરિયાદીની દીકરી શાળામાં હતી તે દરમિયાન સવારે નવ વાગ્યાથી બાર વાગ્યાના સમય વચ્ચે આરોપીએ તેને પોતાના રૂમમાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કરી છેડછાડ કરી તેમજ દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરેલ.પોલીસે ભોગ બનનાર બાળાની માતાએ કરેલ ફરિયાદ મુજબ આરોપી વિરુદ્ધ પોકસો સહિતની કલામ તડે તપાસ હાથ ધરેલ છે.

વધુ માહિતી માટે જોતા રહો કચ્છ કેર ન્યુઝ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *