આજે બપોરે માધાપરમાં રબારી યુવકની છરી વડે સરા જાહેર હત્યા કરવામાં આવી પોલીસમાં દોડધામ મચી ગઈ

માધાપર બસ સ્ટેન્ડ નજીક આવેલી લોહાણા મહાજનવાડી પાસે આજે બપોરે ૧ થીદોઢ ની વચ્ચે ૨૦ વર્ષિય રબારી યુવકની અન્ય એક યુવકે સરાજાહેર હત્યા કરી નાખી છે. મૃતક યુવક પરેશ રાણાભાઈ રબારી માધાપર યક્ષ મંદિર નજીક આવેલા મફતનગરનો રહેવાસી છે અને દૂધની ફેરી કરતો હતો.સામે આરોપી માધાપર નવાવાસના કોટકનગરનોરહેવાસી છે. મૃતકના દેહનો પોસ્ટમોર્ટમ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું દરમિયાન, આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે રબારી સમાજના યુવકોએ જી.કે. જનરલ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું જેના પગલે જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીવાયએસપી સહિતના લોકો હોસ્પિટલે દોડી ગયાં હતા
