અફઘાન, દિલ્હી, યુપી, પંજાબના આરોપીઓની 21 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પૂરક ચાર્જશીટ, અમદાવાદની NIA કોર્ટમાં 9 આરોપી વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી

copy image

મુન્દ્રા પોર્ટ પર આયાત થયેલ ડ્રગ્સના ચકચારી કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં 9 આરોપી વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કઋ છે. ગત 17થી 19 સપ્ટેમ્બર વચ્ચે ડીઆરઆઈએ કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન, મુન્દ્રા પોર્ટ ખાતે કુલ 2988.21 કિગ્રા ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

આ ચકચારી 21 હજાર કરોડના ડ્રગ્સના કેસમાં ચાર્જશીટ કરાઈ છે. આરોપીઓ પંજાબ, દિલ્હી, ગુજરાત, યુપી તેમજ અન્ય રાજ્યોમાં વધુ વિતરણ માટે અફઘાનિસ્તાનથી ભારતમાં ડ્રગ્સની હેરાફેરીમાં સામેલ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કના સભ્યો છે. આ કેસમા આગળની તપાસ ચાલતી હોવાનો દાવો એનઆઈએએ કર્યો હતો.

આરોપીઓ: સરબજીત સિંઘ સેઠ્ઠી મનજીત સિંહ, પંજાબ, જન્નત ગુલ કાકર અબ્દુલ હબીબ, અફઘાનિસ્તાન, મુજાહિદ શિનવારી લઝીર ખાનઆર મોહલ્લા આશિન, અફઘાનિસ્તાન, શમી ઉલ્લાહ થુર ખાન ખુદરાહીમ દશત અર્શી, અફઘાનિસ્તાન, મોહમ્મદ લાલ કાકર ખુદાહીન અર્શી,અફઘાનિસ્તાન હાલે દિલ્હી, ઈમ્તિયાઝ અહેમદ મુમતાઝ અહેમદ,રહે.જિલ્લો રામપુર, U.P., ઈમરાન અહેમદ અલી અહેમદ,રહે.રામપુર, બલવિંદર સિંઘ સાજન સિંઘ રહે.અમૃતસર, જસવીર સિંહ પ્રકાશ સિંહ રહે.અમૃતસર