ભુજોડી ઓવરબ્રિજ ફરી એક તરફથી બંધ કરાયો


ભુજોડી ઓવરબ્રિજમાં ખામીઓના વિડિયો અને મીડિયા અહેવાલથી સામે આવતા ગુરુવારે તેને ફરી એકતરફથી બંધ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ક્ચ્છ જિલ્લા પોલીસના બેરિકેશન મૂકીને બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, ભચાઉ તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો. અહી સળિયા દેખાવા લાગ્યા અને સિમેન્ટ નીકળી ગયો છે અને દ્વિચક્રી વાહનોને અક્સ્માત પણ નડ્યા.આ બ્રિજમાં નબળી ગુણવતા અને ભ્રષ્ટાચારની પોલ ખુલી છે.
જિલ્લા પંચાયતા પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવ્યું હતું કે, એક દાયકો અને 12 કોન્ટ્રાકટર બદલ્યા બાદ ઉદઘાટનન પછી 3 મહિના પણ આ પુલ ટકી શક્યો નહિ. તેમજ પુલમાંથી સળિયાઓ બહાર આવવા લાગ્યા છે. તેઓએ ઉદઘાટન પહેલા જ નબળા કામની ચેતવણી આપી હતી. જે સાચી દેખાઈ આવી. માત્ર ૩ મહિનાની અંદર જ આ પુલ જર્જરિત થવા લાગ્યો. અને વાઈરલ થયેલા વિડીયોમાં પુલમાં રહેલી પોલાણ સ્પષ્ટ જોવા મળે છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યના લોકાયુક્તમાં ફરિયાદ કરવામાં આવશે.