અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં ભાજપના ક્યાં બે દિગ્ગજ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું?

પરપ્રાંતીયો પરના હુમલા બાદ આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમાં ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે શાંતિ-ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 11મી ઓક્ટોબરે અમદાવાદમાં સદભાવના ઉપવાસ પર ઉતરવા નક્કી કર્યું છે. આ સદભાવના ઉપવાસમાં જોડાવવા બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીને પત્ર લખી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હુમલાઓ વધતાં ગુજરાતમાં પરપ્રાંતીયો વતન ભણી જવા માંડ્યા છે જેના કારણે ઉદ્યોગજગત પણ ચિંતિત બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *