ગઢશીશા ની મેઇન બજારમાં અંબાજી મંદિર પાસે લોખંડનો થાંભલો છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં.

ગઢશીશા માં આવેલ મેઈન બજારમાં અંબાજીના મંદિર પાસે આવેલ લોખંડાનો વીજ થાંભલો આવેલ છે તે છેલ્લા કેટલાય સમય થી જર્જરિત હાલત માં પડેલ છે આ થાંભલાનું તંત્ર દ્વારા આજ દિવસ કોઈ નિકાલ કરવામાં આવ્યું નથી તે માત્ર વાયરો ને આધારે ટકી રહેલ છે અને આ થાંભલો ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં અહીથી પસાર થતાં લોકો પણ અનેક વાર વિચાર કરવા પડે છે ત્યારે બાજુ માં ગઢશીસા ગામ નું આસ્થા નું સ્થાન એવું માં અંબાજી નું મન્દિર આવેલ છે તેમ પણ હાલ માં નવરાત્રી ના તહેવાર હોતા અનેક ગણા શ્રદ્ધાળુ ભક્તો માં ના દર્શનાર્થે આવતા હોય છે તો શું તંત્ર કોઈ મોટું અકસ્માત થાય તે પછી કોઈ કાર્યવાહી હાથ ધરશે જો કોઈ અકસ્માત થાય તો અહી મોટી જાન હાની કે નુકશાન થઈ શકે. હવે તાત્કાલિક ધોરણે આ થાંભલાનો કોઈ નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ.