વલસાડ સીટી પોલીસ મથકે ફરજ બજાવતી મહિલા કોન્ટેબલનું તિથલના દરિયામાં ડૂબી જતા મૃત્યુ

copy image

વલસાડ સીટી પોલીસ મથકે મહિલા કોસ્ટબલ તરીકે ફરજ બજાવતી એક મહિલા કોન્ટેબલનું ગત મોડી રાત્રીએ તિથલના દરિયામાં ડૂબી જતા મૃત્યુ નીપજયું છે. બનાવની જાણ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તજવીજ હાથ ધરી. આ આપઘાત છે કે અકસ્માત એ દિશામાં પોલીસ દ્વારા  તપાસ હાથ ધરાઈ છે.

વલસાડ સીટી પોલીસ મથકે પૂજાબેન થોડા સમય પહેલા પોલીસ વિભાગમાં જોડાયા હતા. ગઈકાલે રાત્રે વલસાડના તિથલ બીચ મધ્યે ડૂબી જતા મૃત્યુ થયું છે. વલસાડ સીટી પોલીસની ટીમને જાણ થતાં તાત્કાલિક વલસાડના તિથલ બીચ મધ્યે આવી પહોંચી દરિયામાં ડૂબી ગયેલી પૂજબેનની લાશનો કબ્જો મેળવ્યો હતો. તિથલ બીચથી લાશનો કબ્જો મેળવી મહિલા WLRPCએ ક્યાં આત્મહત્યા કર્યો કે અકસ્માત છે તે જાણવાના પ્રયત્ન હાથ ધર્યો છે. પોલીસ દ્વારા પૂજાની લાશનો કબ્જો મેળવી લેવાઈ લાશને PM માટે મોકલાવી છે.