ભુજ શહેર એ ડિવીશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુની ગાડીઓ વ્યાજબી ભાવે આપવાની લાલચ આપી ફરિયાદી સાથે રૂ. 13,40,000/-જેટલી માતબર રકમની છેતરપિંડીના દાખલ થયેલ ગુન્હા કામેના આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

ફરિયાદી ઈરફાન રહીમભાઈ કડીવાલ તથા તેઓની સાથેના રાજેન્દ્રસિંહ જાડેજા નાઓને આ કામેના આરોપી જયેશભાઈ હરિભાઈ ઠક્કર, રહે. ગાંધીધામ વાળાએ જૂની ગાડીઓ વ્યાજબી ભાવે આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ અલગ જૂની ગાડીઓના વૉટ્સએપમાં ફોટાઓ મૂકી તેનો ફોન દ્વારા ભાવ નક્કી કરી અમુક રકમ ટોકન પેટે ગૂગલ પે દ્વારા તેમજ બાકીની રકમ અલગ અલગ આંગણીયા પેઢી દ્વારા એમ કુલ્લે રૂ. 13,40,000/- મેળવી ફરિયાદીને ગાડીઓ કે રૂપિયા પરત ન આપી ફરિયાદી સાથે ઠગાઈ અને છેતરપિંડી કરેલ હોય જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નંબર:444/2022, ભારતીય ફોજદારી અધિનીયમની કલમ- 406,420 મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ જેની આગળની તપાસ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ ભુજ નાઓને સોંપવામાં આવેલ હતી.

 પોલીસ મહાનનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા  સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ દાખલ થયેલ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે સારૂ આવા આરોપીઓ ઉપર કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને,

 એલ.સી.બી., પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ  ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આઈ.એચ. હિંગોરાનાઓના માર્ગદર્શન હેઠળ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વિલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે માહિતી મળેલ કે સદરહું ગુન્હા કામેનો આરોપી કાલે અમદાવાદ શહેર મધ્યે એપોલ્લો સ્કૂલ ત્રાવડ વિસ્તારમાં હોવાની હકીકત મળતા  એ.એસ.આઈ. જયદીપસિંહા વિક્રમસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ઇન્દ્રસિંહ રાણા, કૃષ્ણદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહિપાલસિંહ અરવિંદભાઈ પુરોહિત તથા ડ્રા. પોલિસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહા નરવીરસિંહ જાડેજા વાળાઓ હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં મજબૂર આરોપી મળી આવતા તેને હસ્તગત કરી વધુ કાર્યવાહી કરવા સારૂ ભુજ લઈ આવેલ હોય અને મજકૂરને આરોપીઓને ગુન્હા કામે ધોરણસર અટક કરી મુદ્દામાલ રોકડા રૂપિયા રીકવર કરવા ચક્રો  ગતિમાન કરેલ છે