વલસાડની ધરમપુર ચોકડી પાસે ટેમ્પોમાં સુરત લઈ જવામાં આવતો દારૂનો જથ્થો પકડાયો

copy image

વલસાડ સીટી પોલીસની ટીમ ગણેશ ઉત્સવને લઈને પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે એક ટેમ્પો ન. DN-09-U-9239માં પ્લાસ્ટિકના દાણાની આડમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળેલ હતી . મળેલી બાતમીના આધારે વલસાડ સીટી પોલીસની  ટીમે બાતમીવાળો ટેમ્પો આવતા હાઇવે જામ કરીને  ટ્રકને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી 64 પેટીમાં 2568 બોટલ દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે 1.51 લાખનો દારૂનો જથ્થો, 13.45 લાખના પ્લાસ્ટિકના દાણા અને ટેમ્પો મળી કુલ રૂ 22.96 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસ મથકે ગુનો દર્જ કરી માલ ભરાવી આપનાર અને મંગાવનાર બંને સખ્શોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ શહેરના ચાલતા ગણેશ ઉત્સવમાં સીટી પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.તે દરમિયાન સીટી PI દિપક ઢોલને મળેલ બાતમીના આધારે એક ટેમ્પો ન. DN-09-U-9239માં પ્લાસ્ટિકના દાણાની આડમાં સુરત તરફ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઈ જવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ સીટી PI અને તેમની ટીમ ધરમપુર ચોકડી નજીક બાતમી વાળો ટેમ્પો આવતા ધરમપુર ચોકડી પાસે હાઇવે જામ કરી ટેમ્પોને અટકાવવામાં આવ્યો હતો.

ટેમ્પો અટકાવી ટેમ્પો પોલીસ જવાનોએ કોર્ડન કરીને ટેમ્પો ચાલક પાસે ટેમ્પો સાઈડ ઉપર લેવડાવી ટેમ્પો ચાલક મહેશ શિવાજી પવારને પૂછવામાં આવતા ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા હોવાનું જણાવ્યું હતું. પોલીસ જવાનોએ ચેક કરતા 25 કિલોની 400 ગુણનીચેથી 63 પેટી દારૂની મળી હતી. જેમાં 2568 બોટલ દારૂનો જથ્થો મળ્યો હતો. અને પ્લાસ્ટિકના દાણા 13.45 લાખ તેમજ ટેમ્પો મળી કુલ 22.96 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ટેમ્પો ચાલક મહેશ શિવાજી પવાર ની અટક કરી પ્રાથમિક પૂછપરછ કરતા દારૂનો જથ્થો સુરતના રામ પાટીલ નામના સખ્શે ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું  અને સુરત ખાતર બબન નામના સખ્શને દારૂનો જથ્થો પહોંચાડવાનો હોવાનું જણાવ્યું. વલસાડ પોલીસે દારૂનો જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર બંને સખશોને વોન્ટેડ જાહેર કરી સીટી પોલીસ મથકે ગુનો દર્જ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.