દુદખા ગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી

સમીના દુદખા ગામમાં  એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય સભામાં ધીંગાણું સર્જાયું. ઘાતક હથિયારો મારફતે સામ સામે મારામારી થતા અફરાતફરી સર્જાઈ હતી. બંને પક્ષમાં સામસામે હુમલો થતા બંને પક્ષના લોકો ઇજાઓ પહોચી હતી. આ બાબત વધી જતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી, મામલાને શાંત પાડ્યો હતો.

પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામમાં સામાન્ય સભા હોવાથી ગામના કેટલાક સભ્યો એકત્ર થયા હતા. સામાન્ય સભા શરૂ થતાં જ હોબાળો શરૂ થયો હતો. હોબાળોમાં સામ સામે હથિયારો વડે શરૂઆત થતા આ સામાન્ય સભામાં  અફરાતફરી મચી હતી .ઘાયલ થયેલાઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ હુમલા દરમિયાન વિનોદજી કાનજી જીને માથા ના ભાગે ઇજા પહોચતા તાત્કાલિક સારવાર માટે સમી અને ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર મધ્યે ખસેડવામાં આવ્યા છે જ્યારે ભોપાજી ને પણ હાથના ભાગે ઇજાઓ પહોચતા તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સામે પક્ષ ને પણ ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.