ભુજમાં મજદૂર સંઘની કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત પૂર્વે બેઠક યોજાઈ

copy image

ગુજરાત સરકાર સામે સરકારી, અર્ધ સરકારી અને રોજમદાર કર્મચારીઓ દ્વારા વિવિધ માંગ સાથે હડતાળ અને ધરણાં પ્રદર્શનની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો ચ્હે. ત્યારે જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ સરકારી એકમોમાં ફરજ બજાવતા કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ લાવવાની રજુઆત માટે ભુજ સર્કિટ હાઉસ મધ્યે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કર્મચારીઓને અપૂરતા પગાર સહિતના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી તા. 12ના ગાંધીનગર મધ્યે ગુજરાત મજદૂરસંઘ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત માટે આયોજિત રેલીમાં જોળાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ વેળાએ સમગ્ર જિલ્લામાંથી મજદૂર સંઘ સંલગ્ન સરકારી કર્મચારીઓને ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હમારી માંગે પુરી કરોના સુત્રોચાર પણ કર્યા હતા.

ભુજ મધ્યે મળેલી મજદૂર સંઘની બેઠકમાં કર્મીઓ વતી કર્મચારીએ જણાવ્યું હતું કે સરકાર કૃત વિદ્યુત વિભાગ, આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા અને એસટી વિભાગમાં મજદૂર સંઘ પ્રેરિત કર્મચારીઓ મોટી સંખ્યમાં ફરજ નિભાવે છે. પરંતુ ફરજ પ્રમાણે પૂરતું વળતર મળતું ના હોવાના અનેક પ્રશ્નો વિશે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. આ પ્રશ્નોના નિરાકરણ અંગે સરકાર દ્વારા કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. તેથી આગામી તા. 12 ગાંધીનગર મધ્યે ગુજરાત મજદૂર સંઘ દ્વારા આયોજિત રેલીમાં કચ્છના મજદૂર સંઘ હેઠળના કર્મચારીઓ પણ જોડાય તે માટેની બેઠક યોજાઇ હતી. આંગડવાડી કેન્દ્રની આશા વર્કર બહેનો તેમજ વિવિધ સરકારી વિભાગમાં કામ કરતા કર્મીઓએ ઉપસ્થિત રહી માંગ સ્વીકારવા નારા પોકાર્યા.