ભારે બફારા બાદ રાત્રે ગાંધીધામમાં પડ્યા વરસાદી ઝાપટાં

copy image

ભાદરવાના તાપનો અહેસાસ ફરી એક વાર શુક્રવારના કચ્છના શહેરી વિસ્તારોમાં જોવા મળ્યો. રાજ્યમાં સૌથી વધુ ગરમ કંડલા રહ્યું હતું તો બીજા સૌથી ગરમ શહેરના ક્રમાક પર ભુજ. તો રાત થતા સુધીમાં ગાંધીધામ, અંજારમાં વરસાદી ઝાપટાઓ પડ્યા અને મુન્દ્રામાં છાંટા પડ્યા હતા. ઉપરાંત ભુજમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા. મૌસમ વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્યું  હતું કે ગુજરાતમાં શુક્રવારના મહતમ તાપમાન 39.3 ડિગ્રી કંડલા (એ.) મધ્યે નોંધાયું હતું. તો બીજા સૌથી વધુ તાપમાન ભુજમાં 39.1 ડિગ્રી પાટણ અને ડીસા સાથે નોંધાયું.