બોટાદમાં કોંગ્રેસના બંધ એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ, રાણપુર સજ્જડ બંધ


ગુજરાત કોંગ્રેસ દ્રારા મોંઘવારી બાબતે આપેલ બંધના એલાનને લઈ બોટાદ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ. કોંગ્રેસના આગેવાનો દ્રારા વેપારીઓને હાથ જોડી શાંતિ પૂર્ણ બંધમાં જોડાવા અપીલ કરાઇ તો રાણપુર સજ્જડ બંધ રહ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા મોંઘવારી બાબતે સવારે 8 થી 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું આપાયું હતું. એલાનને લઈ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ગઈકાલે શહેરની મુખ્ય માર્કેટમાં વેપારીઓને અપીલ પણ કરાઈ હતી. તેમ છતાં વેપારીઓ રેગ્યુલર સમય અનુસાર પોતાના ધંધા રોજગાર શરૂ કરવા આવ્યા. ત્યારે બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ મેરની આગેવાનીમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનો દ્રારા શહેરની મુખ્ય બજારમાં વેપારીઓને હાથ જોડી શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે બંધ રાખવાની અપીલ કરવામાં આવતા વેપારીઓ દ્રારા સમર્થન આપી દુકાનો બંધ કરાઈ હતી. ત્યારે જિલ્લામાં આવેલ રાણપુરની વાત કરીએ તો તે સજ્જડ બંધ રહ્યું અને ગઢડા તેમજ બરવાળામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. ત્યારે ક્યાંકને ક્યાંક બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જિલ્લામાં જોવા મળ્યો.