નખત્રાણા ખાતે આવેલ મુરુ ગામમાં શિકારીને પકડ્યા બાદ દેશીદારૂ વનવિભાગના હાથે ચડ્યો
અમુક દિવસે પૂર્વે છારીઢંઢ વિસ્તાર અને મોટા દિનારામાં શિકારીઓને પોલીસે પકડી પાડ્યા હતાં. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે હવે નખત્રાણા ખાતે આવેલ મુરુ ગામમાં દેશીદારૂ વનવિભાગે પકડી પાડ્યો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે મુરુ ગામમાં રહેણાંક વિસ્તારમાં નખત્રાણા પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા જંગલી ભૂંડનો શિકાર કરી માંસ સાથે આરોપી ઈશમને દબોચી લીધો હતો. તે સમયે તે વિસ્તારમાંથી 50 લિટર દેશી દારૂ વન કર્મીઓને મળી આવેલ હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે વન વિભાગએ આ દારૂ નખત્રાણા પોલીસને સોંપ્યો છે.