ભુજના હમીરસર તળાવમાંથી ફરી અજાણ્યા પુરુષનો મળ્યો મૃતદેહ

ભુજ શાહેરના હમીરસર તળાવમાં આજે સવારે અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો જોવા મળ્યો. લોકો દ્વારા બનાવની જાણ તંત્રને કરવામાં આવતા સુધારાઈ હસ્તકના ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તળાવમાંથી મૃતદેહને બહાર લાવવામાં આવ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે મૃતકનો કબજો લઈ મૃતદેહને પોસમોર્ટમ માટે જીકે જનરલ સરકારી હોસ્પિટલ મધ્યે ખસેડયો હતો અને હતભાહિની ઓળખ મેળવવા સહિતની તપાસ હાથ ધરી છે. ઘટનાના પગલે તળાવની પાળે લોકોની ભીડ એકઠી થઈ હતી.